બનાસકાંઠા જિલ્લો પરિચય
★બનાસકાંઠા જિલ્લો
★પાલનપુર :
પાલનપુર જિલ્લાનું મુખ્ય મથક છે . તેનું મૂળ નામ પ્રહ્લાદનપુર હતું અને તે આબુના પ્રહ્લાદનદેવે વસાવેલું . અત્તર ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ માટે જાણીતું છે . ગુજરાતના પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહનું આ જન્મસ્થળ છે .
__________________________________________★જોવાલાયક અન્ય સ્થળો :
બાલારામ
★બાલારામ
:બાલારામ સુંદર વિહારધામ છે . વૃક્ષોના મૂળમાંથી પ્રગટતાં ઝરણાં , વહેતી નદી અને વૃક્ષોનું શાંત - શીતળ મનોરમ્ય પ્રકૃતિ સૌંદર્ય અહીંના આકર્ષણરૂપ છે.અહીં કોટેશ્વર મહાદેવનું મંદિર છે .
__________________________________________અંબાજી
★અંબાજીઃ
અરવલ્લી પર્વતમાળાના આરાસુર ડુંગર પર માતાજીનું મહિમાવંત સ્થાનક એટલે અંબાજી . ભારતની ક્તિપીઠોમાં અંબાજીની ગણના થાય છે . અંબાજીના પ્રાચીન મંદિરના સ્થળે અતિ ભવ્ય દેવાલયનું નિર્માણ થયું છે. અંબાજી એટલે ગુજરાતની બધી જ કોમોના માતાભક્તોનું મુખ્ય શ્રદ્ધાકેન્દ્ર . અંબાજીની નજીકની ટેકરી ગબ્બર પર માતાજીનું મૂળ સ્થાનક છે.
__________________________________________
કુંભારીયા
★ કુંભારિયા :
અંબાજીથી 2 કિમી દૂર આરસની અદ્ભુત સુંદર કોતરણીવાળાં સોલંકી કાળનાં પાંચ જૈનમંદિરો આવેલાં છે . કુંભારિયાથી થોડે દૂર કોટેશ્વરમાં સરસ્વતી નદીનું મૂળ છે .
Comments
Post a Comment